(અહેવાલ: મહેશ ચાવડા દ્વારા)
માળીયા (મી) તાલુકો આમતો શેક્ષણીક ક્ષેત્રે પછાત ત્યારે તાલુકામાં ધણા તેજસ્વી તારલાઓએ તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 ની આર્ટસ પરીક્ષામાં ધ્રોલ જી.એમ. પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરી ઉચ ટકાવારી સાથે ઉતીર્ણ થયાં છે.
જેમાં માળીયા તાલુકાના રણ કાંઠાના છેવાડાના વેણાસર ગામના ખેડૂતપુત્ર અને આહીર સમાજના આગેવાન નાથાભાઇ પોલાભાઇ અવાડીયાની પુત્રી સપના અવાડીયા ધોરણ 12માં જવલંત સિદ્ધિ મેળવી આહીર સમાજના આગેવાનની પુત્રી સપનાએ 99.37 પી આર અને 85 ટકા મેળવી ગ્રામ્ય વિસ્તારમાં પણ મહેનત થી ધાર્યું પરિણામ મેળવી સમગ્ર આહીર સમાજનું અને અવાડીયા પરિવારનું ગૌરવ વધારી વેણાસર ગામનું નામ રોશન કર્યું છે.
પિતા નાથાભાઇ દીકરો દીકરી એક સમાનમાંની પુત્રી ભણી ગણીને પગ ભરથાય તેવાં હેતુંથી પિતાએ સારી અને ઉચ્ચ શિક્ષણ આપતી ધ્રોલ ની જી.એમ.પટેલ કન્યા છાત્રાલય માં અભ્યાસ કરાવ્યો હતો. પિતાના સપના સાકાર કરવા પુત્રી સપનાએ ખરાં દિલથી મહેનત કરી ઉચ્ચ ટકાવારી મેળવી ઉતીર્ણ થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો મિત્રો સર્કલ પરિવારજનોએ દીકરી સપનાને તેજસ્વી વિદ્યાર્થીનું બિરુદ આપી શૈક્ષણિક કારકિર્દીમાં ઉતરોતર પ્રગતી કેરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આગમી સમયમાં પણ અભ્યાસમાં ઉતરોતર આગળ વધી આહીર સમાજ અને પરિવારનું ગૌરવ વધારી સફળતાના શિખર સર કરે તેવી શુભકામનાઓ આશીર્વાદ આપ્યા હતા. આજનાં આધુનિક યુગમાં જીવન ધણું કઠીન રહે છે. જેથી બેટી બચાવો બેટી ભણાવો તેવાં ઉદ્દેશ્ય સાથે દીકરો દીકરી એક સમાન નો સંદેશ સપનાના પિતાએ આપ્યો હતો. ત્યારે 99.37 પી.આર.અને 85 ટકા સાથે ઝળહળતું પરિણામ મેળવી આહીર સમાજની દીકરીની ડંકો વગાડી આહીર સમાજ અને અવાડીયા પરિવારનું ગૌરવ વધારી વેણાસર ગામનું નામ રોશન કર્યું હતું.