માળીયાના જુના બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને માળીયા મિંયાણા પોલીસે ઝડપી પાડીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મિંયાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે માળીયાના જુના બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાર પાસે જાહેરમાં જુગાર રમતા ફતેમામદ તાજમામદભાઈ જામ (ઉં.વ. 27), સાવદીનભાઈ હૈદરભાઈ માણેક (ઉં.વ. 24) અને ફારૂકભાઈ હનીફભાઈ માલાણી (ઉં.વ. 22) ને રોકડ રકમ રૂ. 11500 સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.