માળીયા (મિં)ના રેલ્વે સ્ટેશન રોડના નાકા પાસેથી કારમાં બીયરના ટીનની હેરાફેરી કરતા એક ઈસમને માળીયા પોલીસે ઝડપી પાડ્યો હતો.
માળિયા (મિં) પોલીસ ટીમ ગઇકાલે પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન માળીયા (મી.)માં નવા રેલ્વે સ્ટેશન રોડના નાકા પાસેથી પસાર થતી કારની તલાસી લેતા કાર નં.GJ-10-BG-8851માંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય બીયર ટીન 10 નંગ (કિ.રૂ. 1000) મળી આવી હતી. બિયરના ટીન વેચાણ ઇરાદેથી રાખી હેરાફેરી કરતો આરોપી સમીરભાઇ સાઉદીનભાઇ જેડા (રહે.ખીરઇ)ની ઝડપી લઈ બિયરના ટીન તથા કાર મળી કુલ રૂ. 1,01,000નો મુદામાલ જપ્ત કર્યો છે. માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં આરોપી સમીર વિરૂધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.