કુંભારીયા ગામના જાગૃત નાગરિકે ગૌચરની જમીન પર ખડકી દીધેલી પવનચક્કીઓ ૨૦ દિવસમાં બંધ કરવા મુખ્યમંત્રીને રજુઆત કરી આપી ચીમકી અન્યથા લેન્ડગ્રેબિંગના ગુન્હા હેઠળ કાર્યવાહી કરાશે ?
માળીયામિંયાણાના કુંભારીયા ગામે ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલ પવનચક્કીઓ બંધ કરવા કુંભારીયા ગામના જાગૃત નાગરિકે અનેક વખત રજૂઆતો કરી તંત્રની આંખ ઉઘાડવા પ્રયાસ કરેલા છે છતાય આજદીન સુધી જે પૈસાના જોરે નંખાયેલ પવનચક્કી બંધ થવાનું નામ નથી લેતી જેને કુંભારીયા ગામના લોકોની ઉંઘ હરામ કરી નાખી છે.
જેથી તંત્ર સામે કુંભારીયા ગામના જાગૃત નાગરિક રણછોડભાઈ લખમણભાઈ બાબરીયાએ બાયો ચડાવી મુખ્યમંત્રી અને મોરબી જિલ્લા કલેક્ટરને અરજી કરી છે. જેમા કુંભારીયા આસપાસ ફરતી ગૌચરની જમીન ઉપર પવનચક્કીઓ ગામમાં જબરું ધ્વનિ પ્રદુષણ ઓકી રહ્યુ છે. જેને બંધ કરાવવા આ પવનચક્કીના ત્રાસથી ગામને મુક્તિ અપાવવા આ જાગૃત નાગરિક મેદાને પડ્યા છે. અને જેતે તંત્ર આ ઘોંઘાટ કરતી પવનચક્કી બંધ ના કરાવી શકતા હોઈ તો હવે પછી આ જાગૃત નાગરિકે આ ગેરકાયદેસર ખડકી દેવાયેલ ફરતી પવનચક્કી જો આવનારા ૨૦ દિવસમાં બંધ નહી કરાઈ તો આ ગેરકાયદેસર નાખી દીધેલી પવનચક્કીમાં જેતે સંડોવાયેલા હોય અને મદદગારી કરવામાં સામેલ હોય તેની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવા મોરબી જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને બાબરીયા લખમણભાઈ દ્વારા રજુઆત કરવામાં આવેલ છે. તેમજ વધુમાં સરકાર અને કલેક્ટર આવા કામોને પ્રોત્સાહન આપતા હોવાનુ જણાવી તેમની સામે પણ લેન્ડ ગ્રેબ્રિગની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.