Tuesday, April 22, 2025

માળીયાના ખાખરેચી વેણાસર ગામે સ્થળાંતર કરાયેલા શ્રમિકોને મહેશ પારજીયા સહીતના સેવાભાવી યુવાનોએ કર્યું ફુડપેકેટનું વિતરણ

Advertisement
Advertisement
Advertisement

ખાખરેચી ગામે મજુરોને અને વેણાસર પ્રાથમિક શાળામાં અગરીયાઓને તૌકતે વાવાઝોડાના કારણે સ્થળાંતર સાથે ફુડપેકેટનુ વિતરણ કરી મહેશ પારજીયા વિકાસ થડોદા સહીતના સેવાભાવી મદદરૂપ બન્યા

માળીયામિંયાણાના ખાખરેચી ગામના સેવાભાવી યુવાનો અને મોરબી ૯ જિલ્લા પંચાયત સદસ્ય મહેશ પારજીયા સહીતના યુવા સેવાભાવીઓએ વેણાસર અને ખાખરેચી ગામે તૌકતે વાવાઝોડાની દહેશતના કારણે સ્થળાંતર કરાયેલા ૯૫ જેટલા શ્રમિકો અને અગરિયાઓને ફુડપેકેટનુ વિતરણ કરી સંકટ સમયે મદદરૂપ બની માનવતાની મહેક પ્રસરાવી હતી સમ્રગ ગુજરાત પર વાવાઝોડા તૌકતેની અસર વર્તાઈ હતી.

જેને ધ્યાને લઈને પરીસ્થિતિને પહોંચી વળવા વેણાસર રણકાંઠે મીઠાના અગરીયાઓને વેણાસર ગામની પ્રાથમીક શાળામાં સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડ્યા હતા તો ખાખરેચી સીમ વિસ્તાર અને છુટક મજુરી કરી પેટીયુ રળતા શ્રમીકોને ખાખરેચી ચરમારીયા દાદા મંદિરે સ્થળાંતર કર્યા હતા જે મળી કુલ ૯૫ જેટલા શ્રમિકો અને અગરીયાઓને મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મહેશ પારજીયા અને ખાખરેચી વેણાસર ગામના સેવાભાવી યુવાનોએ ફુડપેકેટની વિતરણ વ્યવસ્થા ઉભી કરાઈ હતી.

જેમા વિકાસ થડોદા સંદીપભાઈ કાલરીયા પ્રદીપભાઈ જસાપરા અને નાથાભાઈ અવાડીયા દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને સંકટ સમયે મદદરૂપ બની માનવતાની મહેક પ્રસરાવી હતી વિકાસ થડોદા અગાઉ ખાખરેચી સરકારી હોસ્પિટલમાં દવાનો જથ્થો અપર્ણ કર્યો હતો તો મહેશ પારજીયા સતત જાગૃત બની આવી આફત ટાણે ખડેપગે હરહંમેશ ઉભા રહી મદદરૂપ બનતા હોય છે.

જેમની સાથે અન્ય સેવાભાવી મિત્રો ખંભેખંભો મિલાવી સેવાની ધૂણી ધખાવી સંકટ સમયે કે જે લોકો પોતાના ઘર છોડી મજુરી અર્થે આવતા હોય ત્યારે આવી વાવાઝોડા જેવી આફતોમાં તેઓનુ સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડી સેવાભાવીઓ વ્હારે આવી માનવતાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડી પ્રેરણારૂપ બન્યા છે. નિસ્વાર્થ ભાવે યુવાનો અને જિલ્લા પંચાયત સદસ્યની સેવાએ ૯૫ જેટલા શ્રમિકોની જઠરાગ્ની ઠારી માનવતાના દર્શન કરાવ્યા હતા જે લોકોએ દુઆ સાથે સેવાભાવી યુવાનોનો આભાર માન્યો હતો.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW