મોરબી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીની સુચનાથી મોરબી જિલ્લા પ્રમુખ રાજુભાઇ આહીર દ્વારા માળીયા મિયાણા તાલુકાના OBC પ્રમુખ તરીકે પ્રભુભાઇ લખમણભાઇ નાટડાની નિમણુક કરવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ ઓબીસીના મહામંત્રી અને મોરબી શહેર જિલ્લાના પ્રભારી પ્રવીણભાઈ મૈયડની હાજરીમાં મોરબી માળિયા તાલુકાના હોદ્દેદારોની નિમણૂંક આપવામાં આવેલ છે.
આ તકે હાજર મોરબી જિલ્લા મહામંત્રી મનસુખભાઈ વાધેલા અને મોરબી શહેર પ્રમુખ લખુભા ગઢવી ઉપસ્થિત રહેલ હતા. માળીયા તાલુકા પ્રમુખ પ્રભુભાઇ આહીરે માળીયા (મિં) તાલુકા ઓબીસીની ૮૦% વસ્તીને જાગૃત કરવાની ખાતરી પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી પ્રદેશ મહામંત્રી પ્રવીણભાઈ મૈયડ મોરબી જિલ્લા પ્રમુખ રાજુભાઇ આહીરને આપી હતી. આ કાર્યક્રમમાં સરપંચ લખમણભાઇ, તાલુકાના સદસ્ય લખમણભાઇ નાટડા, ઉપસરપંચ શંકરભાઈ બાબરીયા, પંચાયત સભ્ય શક્તિસિંહ ધ્રુપદસિંહ જાડેજા, બોડકી માજી સરપંચ આયુબ ભાઈ કૈડા હાજર રહેલ હતા.
મોરબી જિલ્લા પ્રમુખ રાજુભાઇ આહીરે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાની તમામ તાલુકાની ઓબીસીની ટીમ ગામડે-ગામડે જઈ સંગઠનને વધુ મજબૂત કરી આવનાર દિવસોમાં ગરીબો વંચિતોના પ્રશ્નોને ઉઠાવી નિરાકરણ માટે યથાત પ્રયત્ન કરતા રહીશું.
