મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણી સમયે મોરબી જીલ્લામાં પ્રોહી,ની બદી સદંતર નાબૂદ કરવા પ્રોફી, ડ્રાઇવ તથા કોમ્બીંગ નાઇટ રાખેલ હોય જે અંગે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ સાહેબ તથા ઇ.સી.પી.આઇ. મોરબી જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ અમો તથા પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન મળેલ બાતમી આધારે માળીયા (મી) ટેલીફોન એસેન્જ પાછળ રહેણાક મકાનમાં રેડ કરી હતી.
રેડ દરમિયાન રહેણાંક મકાનામાંથી મેકડોવલ્સ નં ૧ સુપરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નગ-૧૦૮ (કી.રૂ ૪૦,૫૦૦), ૫૦/૫૦ બલ્યુ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ ના ક્વાટરીયા નગ-૯૪ (કિં.રૂ.૯૪૦૦) કુલ કી ૩ ૪૯,૯૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી સમીર ઇબ્રાહીમભાઇ કટીયા (ઉ.વ-૨૩ રહે- માળીયા ટેલીફોન એક્ષેન્જ પાછળ જી-મોરબી) વાળાને ઝડપી પાડ્યા છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ ચાવડા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.