માળીયા મીયાણા વાડા વિસ્તારમાં જાહેરમા જુગાર રમતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી 11 ઇસમોને જુગાર રમતા ઝડપી લીધા હતા.
માળીયા (મિં) પોલીસ તથા તથા સર્વેલન્સ સ્ટાફ કાર્યરત હતા. તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળેલ ખાનગી બાતમી આધારે માળીયા મીયાણા માળીયા (મિ.)વાડા વિસ્તારમાં સનભાઇ મમદભાઇ મોવરના મકાન પાસે આવેલ બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા આરોપી આમદભાઇ હનીફભાઇ મોવર, અલારખાભાઇ દાઉદભાઇ જેડા, તાજમામદભાઇ ડાડાભાઇ કટીયા, નુરાલીભાઇ જશાભાઇ સમાણી, ગુલમામદ જીવાભાઇ મોવર, રસુલભાઇ કરીમભાઇ જામ, અબ્દુલભાઇ નુરમામદ ભટ્ટી, હાસમભાઇ દાણંદભાઇ પારેડી, ઇશાભાઇ ઉમરભાઇ મોવર, ઇકબાલભાઇ આમદભાઇ કટીયા, દાઉદભાઇ ઓસમાણભાઇ પઠાણને જુગારની રોકડ રકમ રૂ.૪૯૯૨૦ સાથે ઝડપી લીધા છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા તથા પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ઝાલા તથા શેખાભાઇ મોરી તથા અજીતસિંહ પરમાર તથા ક્રિપાલસિંહ ચાવડા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા જયપાલભાઇ લાવડીયા તથા વિશ્વરાજસિંહ ઝાલા રોકાયા હતા.