Friday, April 25, 2025

માળિયા પોલીસ લાઇનમા અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરવામા આવી

Advertisement
Advertisement
Advertisement

માળિયા પોલીસ લાઇનમા અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરવામા આવી

સંગાથ વ્રુધ્ધાશ્રમમા રહેલા તમામ વ્રુધ્ધોને પોલીસ લાઇનમા બોલાવીને ગરબે રમાડ્યા જરુરી ચીજ વસ્તુ અર્પણ કરી અનેનાની બાળાઅોને લાણીનુ વીતરણ કરવામા આવ્યુ

ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે માળિયા તાલુકાના રાયસંગપર ગામે આવેલ સંગાથ વ્રુધ્ધાશ્રમ ખાતે કેડ સમા પાણી ભરાઇ જવાથી વ્રુધ્ધાશ્રમનો તમામ માલસામાન ડુબીગયો હતો ત્યા રહેલા વડીલોને ગ્રામપંચાયત તેમજ માળિયા પોલીસ સ્ટેશન સ્થળાંતર કરવાની ફરજ પડી હતી પાણી અોસરી ગયા પણ સામાન કાઇજ કામનો ન રહ્યો હોવાથી નવા સામનની જરુરીયાત ઉભી થઇ આ બાબત માળીયા પોલીસ સ્ટેશનના પિઆઇ આર.સી.ગોહિલ સાહેબને જાણ થતા માળીયા પોલીસ સ્ટેશન તેમજ મોરબી ડિવિઝન પોલીસ દ્ધારા વ્રુધ્ધાશ્રમમા 36 ગાદલા.અોસીકા.મચ્છરદાની.રજાઇ.બેડ સીટ.ગાદલા અોસીકાના કવર.વિગેર ચીજવસ્તુઓ પુરી પાડેલ અને આજરોજ વાહન વ્યવસ્થા કરી તમામ વ્રુધ્ધોને માળિયા મિ પોલીસ લાઇનમા આવેલ શીતળા માતાજીના મંદિરના પટાગણમા યોજાતી ગરબીમા બોલાવડાવી તેઅોને અલ્પાહારની વ્યવસ્થા કરી તેવોના હસ્તે ગરબીમા ભાગ લેતી હિન્દુ મુસ્લિમ સમાજની 160 જેટલી બાળાઅોને લાણીનુ વિતરણ કરાવેલ જેથી આ વ્રુધ્ધોમા નવા ઉત્સાહનો સંચાર થયેલ અને હર્ષની લાગણી અનુભવેલ

માળિયામા પુર આવ્યુ ત્યારે dysp જાલા સાહેબ દ્ધારા વ્રુધ્ધોને ગાદલા .ચાદર મચ્છરદાની.આપીને સેવાનુ કામ કર્યુ હતુ અને આજે dysp સાહેબે હાજરી આપી ગરબીમા વ્રુધ્ધો સાથે વિતાવીને ઉત્તમ અધિકારી તરીકેની છાપ ઉભી કરેલ

આ સમગ્ર કાર્યક્રમમા માળિયા પોલીસ સ્ટેશનના પિઆઇ આર.સી.ગોહિલ તેમજ સ્ટાફના તમામ જવાનોઅે ભારે મહેનત કરેલ હતી

Related Articles

Total Website visit

1,502,344

TRENDING NOW