માળિયા: પ્રોહી બુટલેગર્સ વિરૂધ્ધમા ઇશ્યુ થયેલ પાસા વોરંટમાં છેલ્લા ૪ વર્ષથી ધરપકડ ટાળતા બુટલેગર્સને પકડી પાસા તળે અટકાયત કરી કાર્યવાહી કરતી માળીયા મિયાણા પોલીસ
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબ નાઓએ પેન્ડીંગ પાસા વોરંટ (બીનબજેલ) પાસા વોરંટની બજવણી કરવા સુચના કરેલ જેથી ડીવાયએસપી રાધીકા ભારાઇ તેમજ સી.પી.આઇ. બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી પ્રોહી બુટલેગર ઇસમ પ્રકાશ સુખરામ કડવાસરા(બિશ્નોઈ) (રહે. આરવા તા. સાંચોર જી. જાલોર (રાજસ્થાન) વાળા વિરૂધ્ધ વર્ષ-૨૦૧૭માં જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓએ પાસા વોરંટ ઇશ્યુ કરેલ જેથી મજકુર પોતાની પાસા અટકાયત હેઠળ ધરપકડ ટાળવા છેલ્લા ૪ વર્ષથી નાસ્તો ફરતો હતો. જેને સોધી કાઢી માળીયા મી. પો.સ્ટે. લાવી મજકુરને પાસા હુકમની બજવણી કરી તા-૨૬/૦૭/૨૧ ના પાસા તળે અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામા આવેલ છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ. એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ શેખાભાઇ સગ્રામભાઇ મોરી, અજીતસિંહ લક્ષમણસિંહ પરમાર, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પો.કોન્સ સંજયભાઇ દિલીપભાઇ રાઠોડ, જયપાલભાઈ જેસંગભાઈ લાવડીયા વિગેરે જોડાયા હતા.