માળિયામાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ દહિંસરા ગામના શખ્શને પાસા હેઠળ માળિયા (મિં) પોલીસે કાર્યવાહી કરી વડોદરા ખાતે જેલ હવાલે કરી દેવામાં આવેલ છે.
માળીયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ દશરથસિંહ ઉર્ફે દશુભા મનહરસિંહ ઉર્ફે સુખુભા જાડેજા (રહે.વિવેકાનંદનગર,મોટા દહીસરા ગામ તા.માળીયા (મી) વાળાની વિરૂધમા પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી તરફ મોકલી આપેલ હોય જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓએ ઇસમને પાસા તળે અટકાયત કરવા હુકમ કરતા સામાવાળાને શોધી કાઢી માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે લાવી જરૂરી કોરોના ટેસ્ટ કરાવતા કોરોના ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવતા સામાવાળાને પાસા હુકમની બજવણી કરી તા-૦૭/૦૮/૨૧ ના પાસા તળે અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામા આવેલ છે.