માળિયા (મિં)ના વવાણીયા ગામે નજીવી બાબતે પાંચ શખ્સોએ યુવાનને ધમકી આપી છરીના ઘા ઝીંક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે આ બનાવ અંગે પાંચ શખ્સો વિરુદ્ધ માળીયા (મિં) પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ માળિયા (મિં)ના વવાણીયા ગામે કોળીવાસમાં રહેતા માવજીભાઈ જીવાભાઈ મોરવાડીયાએ આરોપી સવજીભાઈ જીવાભાઈ, રવિભાઈ સવજીભાઈ (રહે.બન્ને વવાણીયા), મનસુખભાઈ મેરૂભાઈ થરેસા, નવઘણભાઈ બાબુભાઇ થરેસા, રાજુભાઈ બાબુભાઈ થરેસા (રહે.ત્રણેય દેરાળા) વિરૂધ માળિયા (મિં) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી માવજીભાઈ મોરવાડીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી સવજીભાઈ ફરીયાદીના સગા નાના ભાઇ થતા હોય જેને ફરીયાદીએ ઠપકો આપતા આરોપી સવજીભાઈ તથા રવિભાઈ સાથે ઝગડો થતા આરોપીઓ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સવજીભાઈએ ફોન કરી આરોપી મનસુખ, નવઘણ, રાજુભાઈને બોલાવી આરોપીએ આવી આરોપી સવજીનો પક્ષ લઇ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ભુંડા બોલી ગાળો આપતા સાહેદ બાવલાભાઇએ ગાળો આપવાની ના પાડતા આરોપી મનસુખએ સાહેદ બાવલાભાઇને પકડી રાખી આરોપી નવઘણ તથા રાજુએ ફરીયાદી તથા સાહેદને મારી નાખવાના ઇરાદે પેટનાં ભાગે છરીના ઘા મારી ગંભીર જીવલેણ ઇજા પહોચાડી તેમજ તેમજ શરીરે છરી વતી નાની-મોટી
ઇજા કરી આરોપીઓએ એકબીજાને ગુનામાં મદદગારી કરી હોવાની ફરિયાદ માળિયા (મિં) પોલીસ મથકે નોંધાવી છે. પોલીસ પાંચેય વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.