માળિયાના ચાર નંબર વાંઢમાં જાહેરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ માળિયાના ચાર નંબર વાંઢમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો હૈદરભાઈ ખીમાભાઈ માણેક ઉં.વ.૬૮ રહે. ગેબનશાપીરની દરગાહ પાસે માળીયા મીં, સલેમાનભાઈ આમદભાઈ જામ ઉં.વ.૬૨ રહે.વાંઢ વિસ્તાર માળીયા મીં, રહેમાનભાઈ દાઉદભાઈ મોવર ઉં.વ.૫૨ રહે. માળીયા મીં. જુની વિસ્તાર, અસરફભાઈ અલીયાસભાઈ માલાણી ઉં.વ.૨૫ રહે. માલાણી શેરી માળીયા મીં, નુરાલીભાઈ અલીયાસભાઈ માલાણી ઉં.વ.૩૪ રહે. ભોળીવાંઢ માળીયા મીં, અલ્તાફભાઈ અબ્દુલભાઈ માલાણી ઉં.વ.૨૭ રહે.માલાણી વાસ માળીયા મીં, જુમાભાઈ કરીમભાઈ સેડાત ઉં.વ.૪૭ રહે. માળીયા મીં. વાળાને રોકડ રકમ રૂ. ૧૦૪૩૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.