Tuesday, April 22, 2025

માળિયાના ખાખરેચી અને ઘાંટીલા ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

માળિયાના ખાખરેચી અને ઘાંટીલા ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાશે

માળિયા (મિં): મોરબી‌-૨ વિસ્તારની એકમાત્ર NABH તથા કોર્પોરેટ કક્ષાની સુવિધા આપતી મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પીટલના શ્રેષ્ઠ નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા માળિયાના ખાખરેચી અને ઘાંટીલા ગામે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આગામી તા.૨૭-૦૨‌-૨૨ને રવિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૧ કલાકે બજરંગ વાડી નારાયણ નગર, ખાખરેચી તથા સવારે ૧૧:૩૦ થી બપોરના ૧ વાગ્યા સુધી જૈન ઉપાશ્રય શક્તિ પ્લોટ, ઘાંટીલા ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ડો.પરાગ વામજા, ડો.યશરાજસિંહ ઝાલા, ડો.કૌશલ ચિખલીયા, ડો.મીતા મેરજા, ડો.દર્શન નાયકપરા, ડો.કેયુર જાવિયા, ડો.કેતન કાકાણી, ડો.પાર્થ કાલરીયા સહિતના ડોક્ટર સેવા આપશે. વધુ માહિતી માટે મો.૯૫૧૨૫ ૩૩૧૩૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW