માનસર ગામે બોલેરો ગાડીનો કાચ ફોડી ૧૫ લાખ રૂપિયાની ઉઠાંતરી.
હળવદ તાલુકાના માનસર ગામ પાસે બોલેરો કેમ્પ્ર ગાડીમાં પાછળની સીટ પર ૧૫ લાખની રોકડ ભરેલ બેગ રાખી હોય અને ગાડી પાસે ખાટલામાં આધેડ સુતા હોય ત્યારે ગાડીનો કાચ તોડી ૧૫ લાખ ભરેલી બેગ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
હરિયાણાના કરનાલના રહેવાસી સુભાષચંદ્ર ભલુરામ શર્માએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગત તા. ૧૬-૦૨ ના રોજ ગુજરાતમાં ઘઉં કાઢવા માટે ૫ હાર્વેસ્ટિંગ મશીન લઈને ઘઉં કાઢવા આવ્યા હોય અને સોમનાથ, માથક સહિતના સ્થળે રોકાયા હતા ગત તા. ૧૩ માર્ચના રોજ મથકથી બે મશીન માનસર ગામે અને મેરૂપાર ગામની સીમમાં ઘઉં કાઢવા માટે આવ્યા હતા દરમિયાન ગત તા. ૨૯ માર્ચના રોજ હળવદના માનસર ગામે ઘઉં કાપવાનું કામ પૂરું કરીને સાંજના સાડા સાતેક વાગ્યે બોલેરો એચઆર ૪૫ ડી ૧૯૧૬ લઈને માનસરના ઘનશ્યામભાઈ ગોહિલના બંધ પડેલ પેટ્રોલપંપે ગયા હતા અને મજુરો ત્યાં રહેતા હોય જેથી રાત્રીના સાડા અગિયાર કલાકે બધા મજુરો ગાડીથી થોડે દુર ઘઉં કાપવાની કટર પાસે સુઈ ગયા હતા અને ફરિયાદી સુભાષચંદ્ર બોલેરો ગાડીથી ૨૦ ફૂટ દુર સુતા હતા
અને તા. ૩૦ માર્ચના રોજ સવારે ઉઠી બોલેરો ગાડી પાસે જઈ રીમોટથી લોક ખોલીને જોતા ગાડીમાં રાખેલ કપડાનો અને અન્ય કટરનો માલસામાન વેરવિખેર પડ્યો હતો ગાડી પાછળનો કાચ કાઢી નાખ્યો હતો અને ઘઉં કટિંગ કરેલ જેના ભાડાના અંદાજે રૂ ૧૫ લાખ રોકડા બેગમાં રાખ્યા હતા તે બેગ જોવા મળી ના હતી જેથી કટરમાં કામ કરતા મજુરોને ઉઠાડ્યા હતા અને બનાવ મામલે જણાવ્યું હતું બાદમાં માનસર ગામે રહેતા ખુમાનભાઈને ફોન કરી બોલાવ્યા હતા અને ૧૫ લાખની રોકડ ચોરી થયાનુ જાણવા મળ્યું હતું
આમ કોઈ અજાણ્યા ચોર ઇસમેં ગત તા. ૨૯ માર્ચના રોજ રાત્રીના સાડા અગિયારથી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બોલેરો કેમ્પર ગાડીની પાછળની સીટમાં રાખેલ ઘઉં કટિંગના ભાડાની રકમ અંદાજે રૂ ૧૫ લાખ દરવાજાનો કાચ તોડી ગાડીમાં રાખેલ ૧૫ લાખ ભરેલ થેલો અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે