હળવદ તાલુકાના માથક ગામે પોલીસે રહેણાંક મકાનમાંથી રેઇડ પાડી ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પડ્યો છે. પોલીસે 28 હજારનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી પોલીસે બાતમી આધારે હળવદ તાલુકાના રાજુભાઇ રણછોડભાઇ સરાણિયા (ઉ.વ.૨૧)ના રહેણાંક મકાનમાં રેઇડ પાડી મકાનમાં વેચાણ અર્થે સંઘરેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-47 કિંમત રૂ.૧૪૧૦૦તથા બિયર ૧૪૪ ટીન કિ.રૂ.૧૪૪૦૦મળી કુલ કિ.રૂ.૨૮૫૦૦નો મુદ્દામાલ સાથે આરોપી રાજુને ઝડપી પાડ્યો હતો.
જેની પૂછપરછમાં દારૂનો જથ્થો મયુર ઉર્ફે મયો અશોકભાઇ બોરાણીયા રહે.માથક તા.હળવદવાળા પાસેથી લિધેલ હોવાનું ખુલતા એલસીબીએ જે બન્ને આરોપીઓ વિરૂધ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.