મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોર તેમજ સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે. ત્યારે ટંકારાના લજાઈ ગામના વતની ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષાના પ્રમુખ પાટીદાર અગ્રણી ગૌતમભાઈ વામજા, પરેશભાઈ વામજા તથા ઘનશ્યામભાઈ વામજા દ્વારા તેમના માતા-પિતાની માસિક પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેમના પિતા વલમજીભાઈ વામજા તથા માતા દયાબેન વામજાનો જન્મ એક જ દિવસે થયો હતો. તેમજ તેમનું નિધન પણ એક જ દિવસે થયુ હતું. ત્યારે તેમની પૂણ્યતિથી નિમિત્તે સત્કાર્ય કરી તેમના પરિવારજનોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, હરીશભાઈ રાજા, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હિતેશ જાની, હસુભાઈ પંડીત, મનિષ પટેલ, પોલાભાઈ પટેલ, ચંદુભાઈ ગામી, નંદલાલ રાઠોડ સહીતનાઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
