મોરબી: રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજી દેથરીયાની આગેવાની હેઠળ મોરબીના મહેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા તથા ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઇ કૈલા ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા મહેન્દ્રનગર ગામે લોકો માટે વિનામુલ્યે કોરોના રેપીટ ટેસટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આજે સવારે 9 વાગ્યાથી કોરોના ટેસ્ટનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ટોટલ 314 લોકોને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 243 નેગેટિવ અને 71 લોકો પોઝીટીવ આવ્યા હતા.

