મોરબી: ભાવનગર જિલ્લાના મહુવા ગામે સાસરું ધરાવતી મોરબીની પરિણીતાને અધુરા માસે જન્મેલ બાળક અવારનવાર બીમાર પડી જતાં તેમજ કરીયાવર તથા જીયાણાની વસ્તુ બાબતે અને ઘરકામ બાબતે મહેણાંટોણાં મારી મહીલાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની પરણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શક્તિ સોસાયટી-૨ રવાપર રોડ નરસંગ ટેકરી મંદીરની પાછળ માવતરના ઘરે રહેતા કોમલબેન વિવેકભાઈ કુબાવતના લગ્ન મહુવા મુનીનગર સોસાયટી સ્વામીનારાયણ ચોક “મંગલમુર્તી’’ ખાતે રહેતા વિવેકભાઈ હરેશભાઇ કુબાવત સાથે થયા બાદ લગ્નજીવન દરમિયાન દિકરો વિદિત અધુરા માસે જન્મેલ હોય જેથી શારીરિક ખામી હોવાના કારણે અવારનવાર બીમાર પડી જતો હોવાથી તેમજ કરિયાવર તથા જીયાણાની વસ્તુ બાબતે તેમજ ઘરના કામકાજ બાબતે પતિ સહિતના સાસરિયાઓ દ્વારા શારિરીક અને માનસિક દુ:ખ ત્રાસ આપતા પરણીતાએ વિવેકભાઈ હરેશભાઈ કુબાવત (પતિ), હરેશભાઈ રામકૃષ્ણ કુબાવત (સસરા), કુંદનબેન હરેશભાઈ કુબાવત (સાસુ), જયદિપભાઈ હરેશભાઈ કુબાવત (દિયર) (રહે. બધા મહુવા, મુનીનગર સોસાયટી, સ્વામીનારાયણ ચોક, ‘મંગલમુર્તી’)
વિરુદ્ધ ગઈ કાલના રોજ મોરબી મહીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC કલમ ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.