ગુજરાતના જાણીતા સંત અને મહામંડલેશ્વર ભારતીબાપુ અમદાવાદ સ્થિત સરખેજ આશ્રમમાં દેહ ત્યાગ કર્યો છે. ભારતી બાપુના બ્રહ્મલીન થયા હોવાના સમાચાર મળતા જ સંત સમાજમાં દુ:ખની લાગણી છવાઇ ગઇ છે. લઘુ મહંત ઋષિ ભારતી બાપુએ માહિતી આપી કે બાપુએ રાત્રે 2.30 વાગ્યે દેહત્યાગ કર્યો છે.
બાપુના અંતિમ દર્શન અમદાવાદમાં સરખેજ આશ્રમ ખાતે સવારે 9.30 વાગ્યા સુધી થઈ શકશે. ત્યારબાદ બાપુના બ્રહ્મલીન શરીરને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે. જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે વિધિ અનુસાર તેમને સમાધિ આપવામાં આવશે. ભારતીબાપુ મહારાજે ધાર્મિક અને સામાજીક સેવાકીય પ્રવૃતિ દ્વારા અનેક પથદર્શક કામગીરી કરી હતી. જેના લીધે વિવિધ સંપ્રદાયના સાધુ-સંતોમાં દુખની લાગણી જોવા મળી રહી છે.