
મમોરબી-માળીયા ને.હા. રોડ પર બહાદુગઢ ગામ નજીક સ્વીફ્ટ કાર પલ્ટી મારી જતા તેમા બેઠેલા ઇજાગ્રસ્ત થયાં હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા સરકારી હોસ્પિટલ પાસે રહેતા સલીમભાઈ હાસમભાઈ અબ્રાણી (ઉં.વ.૪૫) એ આરોપી સ્વીફ્ટ કાર નં-GJ-36-L-4042નાં ચાલક આરીફ ઈસ્માઈલભાઈ દલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૬નાં રોજ સ્વીફટ કારનાં ચાલક આરીફે પોતાની કાર પુર ઝડપે ચલાવીને મોરબી માળીયા નેશનલ હાઈવે પર બહાદુરગઢ ગામના પાટિયા નજીક રોદો તારવવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી કાર રોડના ડિવાઈડર પર ચડાવી દઈ પલટી ખવડાવતા ગાડીમાં બેઠેલ ફરિયાદીને જમણા હાથમાં ખંભાથી કોણી વચ્ચે ફેકચર જેવી ઈજા તથા સાથેના વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોચાડી અકસ્માત થયાની નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ નહિ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
