મોરબી: જુના જાંબુડીયા ગામનો યુવાન મચ્છુ નદીમાં માછીમારી કરવા ગયેલા હોય અને ડુબી જતા તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી : મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના થોરીયાપાળા ગામના વતની અને હાલમાં જુના જામ્બુડિયા ગામે રહેતા કાંતીલાલ ભલાભાઇ દેવકરીયા નામનો યુવક મોરબી નજીક આવેલ મચ્છુ –૨ ડેમના પાટિયા નજીક મચ્છુ નદીમાં માછીમારી કરવા ગયેલા હોય તે દરમ્યાન પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.