મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા બ્લોસમ પ્રી સ્કૂલમાં નર્સરીના ભૂલકાઓને પ્રવેશ કરાવાયો.

કોરોનાના કારણે આશરે 700 દિવસ બાદ શરૂ થયેલ પ્રિ સ્કૂલમાં નાના નાના બાલૂડાંઓને કંકુ પગલાં કરાવી પ્રિ સ્કૂલમાં પ્રવેશ કરાવ્યો.

મોરબી,કોરોના કહેર હળવો થતા કોરોના ગાઈડલાઈનમાં સરકાર દ્વારા છૂટછાટ આપતા અંદાજીત 700 દિવસ બાદ નર્સરી પ્રી સ્કૂલ શરૂ કરવાનો આદેશ થતા મોરબી જિલ્લાની પ્રિ સ્કૂલ,નર્સરી સ્કૂલમાં નાના ભૂલકાઓ માટે અવનવી વિવિધ રીતે પ્રવેશ આપવાનું આયોજન થયેલ જેમાં બ્રિજેશભાઈ મેરજા રાજ્ય મંત્રીએ વર્ધમાન એપાર્ટમેન્ટ સામે સરદાર સોસાયટી રવાપર,લીલાપર કેનાલ રોડ ખાતે આવેલ બ્લોસમ પ્રિ સ્કૂલમાં મંત્રીએ નાના ભૂલકાઓને તેડી લીધા હતા તેમજ રીબીન કાપી મંત્રીએ નર્સરી સ્કૂલને ખુલ્લી મૂકી બાળકોને કંકુ પગલાં કરાવી પ્રવેશ અપાવ્યો હતો.
એવી જ રીતે પ્રિ સ્કૂલના સ્ટાફ અને બાળકોના વાલીઓ દ્વારા મંત્રી બ્રિજેશભાઈ મેરજા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર,ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, ભાવેશભાઈ કંઝારીયા મહામંત્રી શહેર ભાજપ વગેરેનું ઢોલ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. અને પ્રિ સ્કુલના બાળકોએ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન, ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સી.આર.પાટીલ પક્ષ પ્રમુખ અને જીતુભાઈ વાઘાણી શિક્ષણમંત્રી વગેરેના ફોટો બેનર સાથે કતાર બંધ રેલી સ્વરૂપે ઉભા રહી પ્રિ સ્કૂલ શરૂ કરવા બદલ તમામ મહાનુભવોનો બાળકોએ આભાર પ્રકટ કરી અદકેરું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે જયરાજસિંહ જાડેજા અને બ્રિજેશભાઈ મેરજાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં પ્રિ સ્કૂલની સુંદર મજાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.બાળકોએ પણ કાલીઘેલી ભાષામાં પોતાના પ્રતિભાવો આપ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી કાઉન્સિલરે કર્યું હતું.ખુબજ બહોળી સંખ્યામાં લોકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
