Wednesday, April 23, 2025

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા રાષ્ટ્રીય સમુહ ગાન સ્પર્ધા 2024 નું આયોજન કરવામાં આવશે

Advertisement
Advertisement
Advertisement

ભારત વિકાસ પરિષદ-મોરબી સંસ્થા અવારનવાર રાષ્ટ્રહિત અને સમાજસેવાનાં કાર્યક્રમો કરતી રહે છે. સંસ્થા દ્રારા દરવર્ષે બાળકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ સુદ્રઢ અને બળવતર બને એ માટે “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” નું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક શાળાનાં ધોરણઃ ૬ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને સમૂહમાં સંસ્થા દ્રારા બનાવેલ “राष्ट्रीय चेतना के स्वर” પુસ્તિકામાંથી દેશભક્તિ ગીત રજૂ કરે છે. આ વર્ષે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૪ તા. ૧૧/૦૮/૨૦૨૪, રવિવાર નાં રોજ યોજાવા જઈ રહેલ છે તો આ સ્પર્ધામાં મોરબી મહત્તમ શાળાઓ ભાગ લે અને રાષ્ટ્રહિતની પ્રવૃતિમાં પોતાનું યોગદાન આપવા વિનંતી. આ સ્પર્ધા શાખા, પ્રાંત અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે. સ્પર્ધામાં *રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તા. ૩૧/૦૭/૨૦૨૪, બુધવાર* છે. સ્પર્ધાનાં નિયમો અને રજીસ્ટ્રેશન ફોર્મ નીચે દર્શાવેલ નંબર પરથી મેળવી લેવા તેમજ અન્ય માહિતી માટે પણ નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો.

શ્રી પરેશભાઈ મિયાત્રા (સંયોજકશ્રી)

મો. 99799 60477

શ્રી વિનુભાઈ મકવાણા (સહસંયોજકશ્રી)

મો. 97233 79171

શ્રી હિંમતભાઈ મારવણીયા (સચિવશ્રી)

ડૉ. જયેશભાઈ પનારા (અધ્યક્ષશ્રી)

Related Articles

Total Website visit

1,502,226

TRENDING NOW