મોરબી: ભારતીય જનતા પાર્ટી ગુજરાત અધ્યક્ષ સી.આર.પાટીલને એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે મોરબી શહેર ભાજપ દ્વારા મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મોરબી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા મહામંત્રી જયુભા જાડેજા, ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા ,જિલ્લાના મંત્રી રમાબેન ગડારા ,જિલ્લા મહિલા પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મોરબી શહેર મહામંત્રી રીસીપભાઈ કૈલા, મોરબી શહેર મહામંત્રી ભાવેશ કણજારીયા, નગરપાલિકાના પ્રમુખસ્વામી કે.કે.પરમાર, મોરબી શહેર સંગઠનની ટીમ અને શહેર આઈટી સેલની ટીમ હાજર રહ્યા હતા.

