Tuesday, April 22, 2025

ભલગામડા પાસેથી ઈંગ્લિશ દારૂ ભરેલા કન્ટેનર સાથે ચાર શખ્સો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

સુરેન્દ્રનગર પંથકમાં દારૂની રેલમછેલ થાય તે પૂર્વે જ ભલગામડા પાસે એલસીબી ટીમ ત્રાટકી ૨૬.૩૬ લાખનો મુદામાલ જપ્ત દારૂનો જંગી જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિસ્તારમાં આવેલા ભલગામડા પાસે કન્ટેનરમાંથી ઈગ્લિશ દારૂનુ કટીંગ થાય તે પૂર્વે જ સુરેન્દ્રનગર એલસીબી ટીમ ત્રાટકી દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી લાખોના ઈગ્લિશ દારૂ સાથે કન્ટેનર ટ્રક સહીત કુલ રૂ.૨૬.૩૬ લાખનો મુદામાલ જપ્ત કરી ચાર શખ્સોને દબોચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એલસીબીના પીઆઈ ડી.એમ.ઢોલની સુચના અનવ્યે એલસીબી પીએસઆઈ વી.આર.જાડેજા સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એએસઆઈ નિકુલસિંહ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ અજયસિંહ સહીતનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે સંજયસિંહ ઉર્ફે ટીનો અનિરૂધ્ધસિંહ રાણા (રહે.ભલગામડા તા.લીંબડી) તથા અર્જુનસિંહ બળદેવસિંહ ચુડાસમા (રહે.મુળ ગામ વાગડ તા.ધંધુકા જિલ્લો.અમદાવાદ હાલ રહે.મેધપર તા.અંજાર જી.કચ્છ વાળા)એ ભેગા મળી ટાટા કન્ટેનર નંબર એચઆર-૪૭-બી-૬૦૩૭ વાળીમાં ગેરકાયદેસર પરપ્રાંતિય ભારતીય બાનવટનો ઈગ્લિશ દારૂનો મોટો જથ્થો મંગાવી મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો ગાડી નંબર જીજે-૦૧-એચએલ-૭૭૪૮ વાળીથી પાયલોટીંગ કરી ભલગામડા ગામથી પસાર થઇ આગળની કોઇ જગ્યાએ દારૂનું કટીંગ થનાર છે તેવી ચોકકસ બાતમી મળતા સ્ટાફ સાથે ભલગામડા ગામે શક્તિ માતાજીના મંદિર પાસે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી.

તે દરમ્યાન હકીકત વાળા બંને વાહનો પસાર થતા જરૂરી આડશ ઉભી કરી રોકીને તલાસી લેતા ઈગ્લિશ દારૂ ભરેલ કન્ટેનર સાથે ચાલક રાજેશકુમાર નંદલાલ કોહલી અનુજાતિ ઉ વ.૪૦ ધંધો ડ્રાઇવીંગ તથા કલીનર રણબીરસીંગ ભરતુરામ (રહે.બંને ભતેરા બટહરા તા.જી.જજર રાજય હરીયાણા) તથા ઈગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર તથા પાયલોટીંગ કરનાર સંજયસિંહ ઉર્ફે ટીનાભાઇ અનિરુધ્ધસિંહ રાણા (રહે.ભલગામડા તા.લીંબડી) તથા અર્જુનસિંહ બળદેવસિંહ ચુડાસમા (રહે.મુળ ગામ વાગડ તા.ધંધુકા જી.અમદાવાદ હાલ રહે.મેધપર તા.અંજાર જી.કચ્છ) વાળાને અલ્ટો ગાડી નંબર જીજે-૦૧-એચએલ-૭૭૪૮ સાથે ભલગામડા ગામે શક્તિ માતાજીના મંદિર પાસે રોડ ઉપરથી પકડી પાડી ટાટા કન્ટેનરને એચઆર-૪૭-બી-૬૦૩૭ વાળીમાં તપાસ કરતા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બાનવટની ઈગ્લિશ દારૂની રોયલ સ્ટાઇલ કલાસીક વ્હીસ્કી મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હિસ્કી રોયલ જનરલ પ્રીમીયમ બ્લેન્ડેડ વ્હીસ્કી કેપ્ટન લ્લુ વ્હીસ્કી બ્લે સ્ટ્રોક વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપનીની શીલબંધ કુલ બોટલો નંગ-૪૭૫૨ રૂ.૧૫,૧૨,૯૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૪ રૂ.૧૬,૦૦૦ તથા જીઓ કંપનીનું રાઉટર કી.રૂ.૧૦૦૦ તથા રોકડા રૂ.૬૨૭૦ તથા ઈગ્લિશ દારૂ ભરેલ કન્ટેનર રૂ.૧૦,૦૦,૦૦૦ તથા પાયલોટીંગ કરનાર અલ્ટો ગાડી રૂ.૧,૦૦,૦૦૦ અને મરધાનું દાણ ભરેલ પ્લાસ્ટીકની કોથળીઓ રૂ.૨૦ બીલ્ટી આધારકાર્ડ મળી કુલ રૂ.૨૬,૩૬,૧૭૦ના મુદામાલ સાથે ચારેય શખ્સોને ઝડપી તેમજ સદર દારૂનો જથ્થો જોગો રહે.દિલ્હી વાળાએ મોકલેલ હોય તમામ મુદામાલ કબજેે કરી ઉપરોકત પાંચેય આરોપીઓ તથા તપાસમા ખુલે તે ઇસમો વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ લીંબડી પો.સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW