Wednesday, April 23, 2025

બગદાણા ખાતે ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ઓનલાઈન ઉજવણી કરાશે

Advertisement
Advertisement
Advertisement

ગોહિલવાડના પ્રખ્યાત તિર્થ સ્થળ અને બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવની તા.24/07/2021 ને શનિવારના રોજ ઓનલાઇન ઉજવણી કરવામાં આવશે.

જેમાં ગુરૂઆશ્રમ બગદાણા ખાતે સવારના 7:30 થી 9:30 સુધી પૂજા વિધિ અને ધ્વજા પૂજન, ધ્વજારોહણ અને પરંપરાગત ગુરૂ પૂજનના કાર્યક્રમો થશે. ત્યારબાદ 9:30થી થાળ, આરતી વગેરે થશે. જેનો ઓનલાઇન દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. કોરોના મહામારીના વર્તમાન દિવસોને લીધે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ગુરુપૂર્ણિમા મહોત્સવના દર્શન તેમજ પૂજનનો લ્હાવો લક્ષ્યચેનલ તથા શ્રી ગુરૂઆશ્રમની ઓફિશિયલ YouTube ચેનલ, Facebook Pageના માધ્યમથી જીવંત પ્રસારણ દ્વારા સૌ ભાવિક ભક્તજનોએ ઘર બેઠા દર્શન પૂજનનો લાભ લેવા યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW