મોરબીમાં યુવાને અગાઉ ઝઘડો થયો હોય જે બાબતે બે ઇસમ વિરૂધ ફરિયાદ નોંધાવી હોય જે ફરિયાદ પાછી ખેંચી લેવા બન્ને ઇસમે વ્હોટસઅપ પર ધમકી આપી હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના ત્રાજપર એસ્સારપંપ નજીક રહેતા અને ટ્રાન્સપોર્ટનાં ધંધા સાથે સંકળાયેલા પ્રકાશભાઈ ખેંગારભાઈ ગોલતર (ઉ.વ.૨૮)એ આરોપીઓ નવઘણભાઈ મોહનભાઈ બાંભવા તથા ભરતભાઈ આંબલીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ અગાઉ થયેલ ઝધડા બાબતે આરોપીઓ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં કરેલી ફરિયાદ પાછી ખેચી લેવા બાબતે આરોપી ભરતભાઈ આંબલીયાએ ફરિયાદી પ્રકાશભાઈને ફોનમાં વ્હોટસઅપ કોલ તથા સાથેના મેઘરાજભાઈને આરોપી નવઘણભાઈ બાંભવાએ વ્હોટસઅપ પર વોઈસ રેકોર્ડીંગ મોકલી બન્નેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.