પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળા દ્વારા મચ્છર જન્ય રોગચાળો ન ફેલાઈ તે માટે ગપ્પી ફીશ મુકવામા આવી.
આજરોજ પ્રા.આ.કેન્દ્ર-ખાખરાળા ના ડો.એસ.એચ.જીવાણી સાહેબ ની સુચના મુજબ મ.પ.હે.સુ- ખાખરાળા ના એસ.એમ.જાવિયા ના માગઁદશઁનમા પ્રા.આ.કેન્દ્ર-ખાખરાળા ના નીચે આવતા સેજાના ગામો જેમાં ખાખરાળા,જેપુર,લુટાવદર,પીપળીયા,માનસર,વનાળીયા વગેરે ગામમા મચ્છર જન્ય રોગચાળો ના ફેલાઈ તે હેતુથી ગપ્પી ફીશ મુકવાની કામગીરી કરવામા આવી જેથી મચ્છર દ્વારા મુકવામા આવતા ઈંડા તે માછલી દ્વારા ખોરાક તરીકે લેતી હોવાથી મચ્છર નો ઉપદ્રવ ઘટાડી અને મેલરીયા,ડેંગુ જેવા રોગો થતા અટકાવવાના પ્રયાસ કરવામા આવેલ છે .




આ સાથે દરેક ગામમા પાણીમાં કલોરીનેશન ચેક કરવાની કામગીરી તેમજ પાણીજન્ય રોગચાળો અને મચ્છર જન્ય રોગચાળા વિશે લોકોને માહિતગાર કરવામા આવેલ.