Friday, April 18, 2025

પોસ્ટલ બેલેટથી મતદાન કરતા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી

Advertisement
Advertisement
Advertisement

પોસ્ટલ બેલેટથી મતદાન કરતા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ લોકશાહીના પર્વમાં સહભાગી બની મોરબીમાં પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતે ઉભા કરાયેલા ફેસિટિલેશન સેન્ટર ખાતે મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી હતી. આ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૭મી મે ના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મોરબી, ટંકારા અને વાંકાનેર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન કરવા માટેના ફેસિટિલેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.જે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા, મોરબી ગ્રામ્ય મામલતદારશ્રી નિખિલ મહેતા સહિત ચૂંટણી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી. ચૂંટણી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી આગામી ૭ મેના રોજ મોરબી જિલ્લાવાસીઓને પણ અવશ્ય મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

Related Articles

Total Website visit

1,502,051

TRENDING NOW