મોરબી: સમગ્ર ગુજરાતભરમાં હાલ પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે સહિતના મુદ્દે સોશિયલ મીડિયા આંદોલન છેડવામાં આવ્યું છે. જે આંદોલનને વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષ દ્વારા ટેકો આપીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે રાજપૂત કરણી સેના દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી ગુજરાતના પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે અને અન્ય સુવિધાઓના લાભ આપવા રજૂઆત કરવામાં આવી છે.

રાજપૂત કરણી સેના ગુજરાત અધ્યક્ષ જે.પી.જાડેજા તેમજ સૌરાષ્ટ્ર અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ શહેર તાલુકા ટીમ દ્વારા પોલીસના ગ્રેડ પે ના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમણે મોરબી જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, પોલીસના અન્ય રાજ્યના ગ્રેડ પેની સરખામણીએ ગુજરાતમાં ઓછો હોઈ તો એમાં શુધારો કરવામાં આવે આને પોલીસની નોકરી દરમ્યાન ટાઈમ શેડ્યુલ બનાવામાં આવે આવા વિવિધ નિયમોમાં સરકાર દ્વારા સુધારા કરવામાં આવે તેવી માંગ છે.