મોરબી: ગુજરાત પોલીસ વિભાગમાં ગ્રેડ પે વધારવા તથા મોરબી જિલ્લાના ખેડુતોને અતિવૃષ્ટિના કારણે થયેલ પાકની નુકશાનનું વળતર આપવા મોરબી જિલ્લા ક્રોંગ્રેસ ડિપાર્ટમેન્ટ પ્રમુખ રાજુભાઇ આહિરની અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ ઓબીસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવીની સુચનાથી મોરબી જિલ્લા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ આહીર, મોરબી શહેર ઓબીસી કોંગ્રેસ પ્રમુખ લખુભા ગઢવીની આગેવાની હેઠળ કલેકટરને લેખિત રજુઆત કરી હતી કે, પોલિસ તરીકે ફરજ બજાવતા જવાનો ખેડુત મજુર અને મધ્યમવર્ગમાંથી આવતા હોય છે, અને પોલીસ જવાનો રાજ્યની શાંતિ અને સલામતી માટે દિવસ-રાત ખડેપગે રહે છે. અને પરિવારની ચિંતા કર્યા વગર આમ જનતાના રક્ષણ માટે જીવનું જોખમ પણ ખેડે છે. જેથી તેમણે કરેલ માંગણી યોગ્ય છે. અને ઓબીસી ક્રોંગ્રેસ હરહંમેશ પોલીસ જવાનોની સાથે છે. જેથી તેમને યોગ્ય ન્યાય આપવા માંગ છે.

તથા વધુ રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં ખેડુતોને અતિવૃષ્ટિના કારણે ઉભા પાકોમાં નુકશાન થયેલ છે. જેમાં મગફળી, કપાસ, અજમો, તલ, તેમજ વિવિધ પાક સતત વર્ષી રહેલા વરસાદથી કોઈપણ પાક લેવાય તેવી સ્થિતિ રહી નથી, જેથી ગુજરાતનો તાત જેને કોઈ બીજો આવી નથી જેથી મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને અન્ય જિલ્લામાં જે સરકાર જાહેરાત કરી છે. તેમાં સમાવવી અને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ છે.
આ તકે ગુજરાત પ્રદેશ ઓબીસી કોંગ્રેસના મહામંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી પ્રવીણભાઈ મૈયડે હાજરી આપેલ હતી. મોરબી જિલ્લા ઓબીસી કોંગ્રેસના મહામંત્રી મનસુખભાઈ વાધેલા, જીલ્લા પંચાયતના પુર્વ ચેરમેન અમુભાઈ હુંબલ, મોરબી જિલ્લા મહામંત્રી વિનોદભાઈ ડાભી, ગુજરાત પ્રદેશ માલધારી સેલના ઉપ પ્રમુખ મનસુખભાઈ રબારી, લીગલ ડિપાર્ટમેન્ટના પ્રમુખ દિપકભાઈ પરમાર, હળવદ તાલુકા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ જીલુભાઈ પરમાર, માળીયા તાલુકા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ પ્રભુભાઇ નાટડા, મોરબી તાલુકા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ભરવાડ, ટંકારા તાલુકા ઓબીસી કોંગ્રેસ પ્રમુખ નિલેશભાઈ સુરલીયા તથા તમામ મોરબી ઓબીસી કોંગ્રેસ સમીતીના હોદ્દેદારોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.