માળીયા (મી): સરવડ અને મોટાભેલા ગામની વચ્ચે બેઠા નાલા નજીક આરોપીને પેટ્રોલ ન આપતા આધેડને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળીયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા(મી.) તાલુકાના મોટા ભેલા ગામે રહેતા અને ખેતી કરતા કાન્તિલાલ હરીભાઇ દેસાઈ (ઉં.વ.૪૨) એ આરોપી રજાકભાઈ ગફરભાઈ મોવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૪નાં રોજ બપોરના આશરે અઢી વાગ્યાનાં અરસામાં સરવડ અને મોટા ભેલા ગામ વચ્ચે બેઠા નાલા પર આરોપી રજાકભાઈએ ફરિયાદ પાસે પેટ્રોલ માંગતા ફરિયાદીએ આરોપીને પેટ્રોલ નહિં આપતા સારૂ નહીં લાગતા આરોપીએ ફરિયાદીને ગાળો આપી બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી પાડી દઈ જમણા પગમાં થાપાનાં ભાગે ફ્રેકચર જેવી ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માળીયા પોલીસે ફરિયાદીનાં આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.