પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ કોળીસમાજ ના ઘડિયા લગ્ન યોજાયા હતા

પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને હવે ધીમે ધીમે સફળતા મળી રહી છે.અન્ય અન્ય સમાજના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે. આ પહેલને વધુ આવકાર મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ પોતાનું યોગદાન આપી સર્વ સમાજ માટે અનોખી પહેલ કરી હતી અને દરેક સમાજના લોકો ઘડિયા લગ્નમાં જોડાય તે માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે અઆવેલા તેમના બંગલા બહાર પ્લોટમાં મંડપ લગાવી રાખ્યો છે તેમજ વર અને કન્યા બન્નેને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમણે ઉઠાવવાનું બીડું ઝડપ્યું છે ત્યારે અલગ અલગ સમાજના આ લગ્નમાં જોડાય છે.ત્યારે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ આયોજનમાં કોળી સમાજનના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા જેમાં ચિ.ક્રિષ્નાબેન ભરતભાઈ મહલીયા ના ચિ.અજય ભાઈ ચંદુભાઈ આત્રેસા સાથે યોજાયા હતા જેમાં કોળી સમાજ ના ભાણજીભાઈ ડાભી રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રદેશ સંગઠન મહામંત્રી, સચિનભાઈ સંતાલપરા સદસ્ય ઘુટુ ગ્રામ પંચાયત , પિયુષ ભાઈ વિઠ્ઠલભાઈ ઝિંઝુવાડીયા સમાજ અગ્રણી ધરમપુર, તુલસી ભાઈ પાટડીયા ત્રાજપર તાલુકા પંચાયત સભ્ય , ધનજીભાઈ સંખેસરિયા ઠાકોર વિકાસ ટ્રસ્ટ પ્રદેશ મહામંત્રી મનુભાઈ ઉપસરિયા વેલનાથ મંદિર પ્રમુખ વિષ્ણુભાઈ મજેઠીયા મચ્છું ન્યૂઝ કન્વિનર મોરબી, ગોપાલભાઈ ઉપસરિયા સમાજ અગ્રણી, જાસુભા ઝાલા પુર્વ ઉપસરપંચ તથા ગ્રામ પંચાયત સભ્ય , રમેશભાઈ ટીડાણી સમાજ અગ્રણી ત્રાજપર સહિત ના ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નામો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા
