મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં ના રહેણાંક મકાનમાંથી મોરબી તાલુકા પોલીસે ઇંગલિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ કે પીપળી ગામની સીમમાં માનસધામ સોસાયટી નં.૦૧, આરોપી કેતનભાઈ કુબેરભાઈ પરમારના રહેણાક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી ચોરી છુપીથી તેનુ વેંચાણ કરે છે. જેના આધારે દરોડો પાડતા કેતનભાઇ કુબેરભાઇ પરમાર ઉ.વ.૨૫ વાળાને ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૩૫ કિ.રૂ.૧૬૫૫૦/- તથા બીયરના ટીન નંગ-૮૮ કિ.રૂ.૮૮૦૦/- મળી કુલ કિં.રૂ.૨૫,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ બી.એમ.બગડા ચલાવી રહેલ છે.