Tuesday, April 22, 2025

પાનેલી ગામે પેપરમિલના ઝેરી વાયુ પ્રદુષણ બાબતે અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં..!!

Advertisement
Advertisement
Advertisement

મોરબીના પાનેલી ગ્રામજનોએ પેપરમિલો ફેક્ટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવતું હોય જે મામલે ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નકર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી પાનેલી ગ્રામ પંચાયતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ કચેરીને રજૂઆત કરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

પાનેલી ગ્રામ પંચાયત દ્વારા જીપીસીબી મોરબીને લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, પાનેલી ગામની સીમમાં રાત્રી દરમિયાન પેપરમિલનો ઝેરી કચરો સળગાવીને વાયુ પ્રદુષણ કરતા ઈસમો સામે કેમ કોઈ કાર્યવાહી કરાતી નથી અગાઉ તા. ૩૦-૦૧ ના રોજ જીપીસીબી કચેરી અને તા. ૦૯-૦૨ ના રોજ કલેકટર કચેરીમાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે પાનેલી ગામના લોકોએ થોડા સમય પૂર્વે રાત્રી દરમીયાન કચરો સળગાવતા સ્થળ પર જઈને તપાસ કરતા કચરો સળગાવનાર ઈસમો નાસી ગયા હતા. આવા કૃત્યો અવારનવાર કરવામાં આવે છે. વાયુ પ્રદુષણથી ગ્રામજનોના આરોગ્ય પર ખતરો મંડરાય રહ્યો છે. ફેક્ટરી સંચાલકો દાદાગીરી કરીને પ્રદુષણ ફેલાવે છે જેની સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે તો તાત્કાલિક આવા કામ કરનાર સામે કાર્યવાહી કરાય અને ગ્રામજનોના આરોગ્ય માટે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW