Tuesday, April 22, 2025

પાણી પુરવઠાના અધિકારી 25 હજારની લાંચ લેતા ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ: પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પેટા વિભાગ વિંછીયાના અધિકારી સંદિપ હેમચંદ્ર જોષી ૨૫ હજારની લાંચ લેતા રાજકોટ ગ્રામ્ય એસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.

ફરીયાદીનું વિંછીયા તાલુકાના અજમેરપરા ગામમાં આર.સી.સી. પંપ ૫૦,૦૦૦ લીટર તથા ૨-૨ મીટર સાઇઝનું પંપ હાઉસ, ૩૨૫૦-પીવીસી પાઇપલાઇન નાખવાનું કામનું ટેન્ડર રૂા.૬,૪૮,૦૦૦/- નું મંજુર થયેલ જે કામ ફરીયાદીએ તા.૨૯.૧૧.૨૦૨૧ ના રોજ પૂર્ણ કરેલ હતુ. જે કરેલ કામના પ્રથમ બીલની નેટ રકમ રૂ.૨,૮૦,૧૭૫/- ફરીયાદીની કંપનીના બી.ઓ.બી. ના એકાઉન્ટમાં જમા થયેલ બાદ કરેલ કામનું બીજુ બીલ રૂ.૩,૦૧,૮૮૧/- નુ બાકી રહેલ જે બીલ બાબતે ફરીયાદીએ આરોપીને ફોન કરતા ફરીયાદીને ઓફીસે બોલાવી બિલ તથા સીક્યુરીટી ડીપોઝીટ રીલીઝ કરવા વ્યવહારમાં સમજવાનુ જણાવી ૭ ટકા લેખે પ્રથમ રૂ.૪૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે છેલ્લે રૂ.૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને ફરીયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય, જેથી એસીબીનો સંપર્ક કરી પોતાની ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદીની ફરીયાદ આધારે તા.૧૧.૦૨.૨૦૨૨ ના રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ પંચ-૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી રૂા.૨૫,૦૦૦/- ની લાંચની રકમ માંગી હતી. આર.આર.સોલંકી, (પોલીસ ઇન્સ રાજકોટ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન)ની સફળ ટ્રેપીંગથી આરોપીને ઝડપી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW