મોરબી: પાટણ જિલ્લાના વાગડોદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી મોરબીના ભરતનગરથી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબી ટીમે ઝડપી લીધો હતો.
મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ પ્રેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ ગુનાનો આરોપી તથા ભોગ બનનાર મોરબીના ભરતનગર ગામની સીમમાં હોવાની વાગડોદ પોલીસ સ્ટેશન તરફથી જાણ કરવામાં આવતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના દશરથસિંહ ચાવડા, તથા નંદલાલ વરમોરાનાઓએ આરોપી રમેશજી પરબતજી ઠાકોર (રહે.જગરાલ ગણેશપુરા તાસરસ્વતી જી.પાટણ) વાળાની તપાસ કરતા ભરતનગર રાધે પાઇપ કારખાનામાંથી ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને મળી આવતા બંનેને ઝડપી આગળની કાર્યવાહી અર્થે વાગડોદ પોલીસ સ્ટેશન સર્કલ પો.ઇન્સ. પાટણને જાણ કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા જાણ કરેલ હતી.
આમ, પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશનમાંથી સગીરવયની બાળાના થયેલ અપહરણના ગુનાના આરોપીને પકડી પાડવામાં તેમજ ભોગબનનારને શોધી કાઢવામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબી ટીમને સફળતા મળેલ છે.
આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એ.એસ આઇ. હીરાભાઇ ચાવડા, રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ તથા પો.હેડ.કોન્સ. દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.