મોરબીમાં આમ તો અનેક જગ્યા પર દારૂ વેચાય છે પરંતુ આ બાબતે કોઈ અવાજ ઉઠાવતું નથી ત્યારે ભાજપના કાર્યકર્તા રુચિરભાઈ કારીયા એ પોતાના વિસ્તારમાં એટલે કે પરસોતમ ચોક માં વેચાતા દારૂના વેપલા સામે અવાજ ઉઠાવતા ગતરોજ મોરબી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ભાજપના કાર્યકર્તા રુચિરભાઈ કારીયાને બુટલેગરો દ્વારા whatsapp પર ફોન કરી ધમકી આપવામાં આવી હતી.
ત્યારે ગઈકાલે રુચિરભાઈ કારીયા દ્વારા પોતાના વિસ્તારમાં ચાલતા દારૂના વેપલા બાબતે ફરિયાદ કરવાની ફેસબુકમાં પોસ્ટ કરી હતી ત્યારબાદ ભાજપના કાર્યકર્તા રુચિરભાઈ કારીયા ને whatsapp પર ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ત્યારબાદ ભાજપના કાર્યકર્તા રુચિરભાઈ કારીયા એ એ ડિવિઝન પોલીસ મથકમાં ફોનથી જાણ કરી હતી. પરંતુ whatsapp પર ધમકી આવ્યા બાદ રુચિરભાઈ કારિયા એ એ ડિવિઝન પીઆઈ ને લેખિતમાં આ બાબતે રજૂઆત કરી છે. ઉપરાંત આજરોજ મોરબી જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવશે તેવું રુચિરભાઈ કારીયાએ facebook માં પોસ્ટ કરી જણાવ્યું હતું.
તો દિવસેને દિવસે જિલ્લામાં વધતા દારૂના ગોરખ ધંધા પર પોલીસની નજર છે કે નહીં તે મોટો પ્રશ્ન છે. અને જો નજર નથી તો પોલીસ ક્યાં વ્યસ્ત છે અને જો નજર છે તો શું દારૂના ગોરખધંધામાં પોલીસની સંડોવણી છે તેવા પ્રશ્નો પણ હાલ ઉઠી રહ્યાં છે.





