પતિ દ્વારા પરિણીતાને આત્મહત્યા કરવા મજબૂર કરેલ હોવાની ફરિયાદ નોંધાય
માળિયા મિયાણા ખાતે પોતાના પિતાના ઘરે આવેલ પરિણીતાએ પોતાનું જીવન ટુંકાવ્યું હોય ત્યારે આ બાબતે ધ્રાંગધ્રા રહેતા પતિ એ આત્મહત્યા કરવા મજબૂર કરેલ હોય તેવી ફરિયાદ પોલીસ મથક ખાતે નોંધાય છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયાના નવા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા સાહિદભાઈ ઇસ્માઇલભાઈ કટિયાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના બહેન મુમતાજબેન ઉ.32ના લગ્ન ધ્રાંગધ્રા ખાતે થયા હતા અને લગ્ન બાદ આરોપી પતિ અસલમભાઈ હબીબભાઈ મોવર મુમતાજબેન ઉપર શંકા કરી મેણા ટોણા મારતો હોય મુમતાજબેને ગત તા.11 માર્ચના રોજ માળીયા મિયાણા માવતરના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી આપઘાત કરી લેતા તેણીને મરવા મજબુર કરવા સબબ બનેવી અસલમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.