મોરબી: નેટવર્ક પાર્ક સોસાયટીમાં રહેતા આધેડ ઓનલાઇન ફ્રોડનાં કારણે દેણામા ડુબી જતાં કોઈને કહ્યા વગર ઘરેથી કયાક ચાલીયા ગયેલ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે નટવર પાર્ક સોસાયટીમાં રહેતા રાહુલભાઈ વિષ્ણુપ્રસાદભાઈ ઠાકર (ઉં.વ.૪૭) ગત તા. ૨૯ જુલાઈનાં રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંય ચાલ્યા ગયા હતા અને બાદમાં પરત ન ફરતાં ગઈકાલે આધેડનાં ભાઈ વિમલભાઈએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુમસુદા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુદા નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાહુલભાઈએ ઓનલાઇન લોન માટે મોરબી ગામમાથી અલગ-અલગ માણસો પાસેથી વ્યાજે પૈસા લીધેલ હોય અને ઓન લાઇન તે પૈસા ભરી લેતા અને તેની લોન મજુર થયેલ નહી અને ઓન લાઇન ફોર્ડ થતા જેમની પાસેથી પૈસા લીધેલ છે તે લોકો ઉધરાણી કરતા હોવાથી આ પૈસા પોતે ભરી શકતો ન હોય ધરેથી કોઇ ને જાણ કર્યા વગર જતા રહ્યાનું છે.
રાહુલભાઇ શરીરે પાતળા બાંધાના છે.ઘઉ વર્ણ વાન છે. ઉંચાઇ આશરે છ ફુટ છે. જો કોઈ આવી વ્યક્તિની જોવા મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા વિનંતી.