મોરબી: તાજેતરમાં ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે સીએ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં નારણકા ગામનો નિર્મલ મોરડીયાએ પ્રથમ પ્રયાસે ઉતીર્ણ થય સમગ્ર ગામનું તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

મોરબી તાલુકાના નારણકા ગામના અને નવસર્જન ફુડ પ્રોડેક્સનના એમ.ડી અશોકભાઈ કાનજીભાઈ મોરડીયાનો પુત્ર નિર્મલ મોરડીયાએ સી.એ ફાઉન્ડેશનની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે ઉતીર્ણ થયો છે. નિર્મલે ૧૧-૧૨ નો અભ્યાસ તપોવન વિદ્યાલયમાં કરેલ હતો. તથા અમદાવાદ ખાતે સી.એ નવકાર ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી સી.એની પરીક્ષામાં 53.25 ટકા માર્ક્સ સાથે મોરબી જિલ્લામાં સર્વોત્તમ રીઝલ્ટ મેળવી મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે. ઝળહળતી સિદ્ધિ બદલ તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ મોરબીના સંસ્થાના સંચાલક અશોકભાઈ રંગપડીયા, આચાર્ય નરેશભાઈ સાણજા તથા સ્ટાફગણ તરફથી નિર્મલ મોરડીયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.