મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે મોરબી નવલખી રોડ પર યમુનાનગર શેરી નં -૦૩ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલા અંજનાબેન ધવલભાઇ પ્રવિણભાઇ ચુડાસમા ઉવ.૩૫ રહે.વાવડી રોડ ગાયત્રીનગર શેરી, ગીતાબેન રમેશભાઇ ધીરૂભાઇ ધરજીયા ઉવ.૩૫ રહે.નવલખી રોડ જલારામ એપાર્ટમેન્ટની પાછળ મોરબી, હંસાબેન સુરેશભાઇ હરખાભાઇ ઉઘરેજા ઉવ.૩૫ રહે. રફાળીયા મઢુલી પાસે તા.જી.મોરબી, પુજાબેન અનીલભાઇ રસીકભાઇ ચૌહાણ ઉવ.૨૯ રહે. નવલખી રોડ રણછોડનગર સાંઇબાબાના મંદિર પાસે મોરબી, રંજનબેન અમરશીભાઇ કાનજીભાઇ દેગામા ઉવ.૫૨ રહે.વીસીપરા કુલીનગર ૧ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.