મોરબીના નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાનજીના મંદિર પાસે કાર ચાલકે સીએનજી રિક્ષાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં બેઠેલા પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી. કાર ચાલક સ્થળ પરથી નાશી છુટયો હતો.
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાનજી મંદિર નજીક હ્યુન્ડાઇ કંપનીની કાર નંબર GJ-1 KB-0073ના ચાલકે જયેશભાઈ નામના વ્યક્તિની સીએનજી રિક્ષાને હડફેટે લઈ ઉડાવતા રિક્ષામાં બેઠેલા માનસર ગામના સુરેશભાઇ વસરામભાઇ પંસારા દિકરા શામજીને માથા તેમજ જમણા પગમા ઇજા પહોંચાડી હતી જ્યારે ગોવિંદને ડાબા પગ મા ફેક્ચર કરી નાખ્યું હતું. તેમજ અમિત વનુભાઇને શરીરે નાનીમોટી ઇજા કરી સાહેદ યોગેશ રામલાલ પડવીને હેમરેજ તેમજ સાહેદ રસીદ વિજયસિગને માથા તેમજ ડાબા પગ મા ઇજા કરી પોતાનુ વાહન સ્થળ પર મુકી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે સુરેશભાઇ વસરામભાઇ પંસારાએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.