નરસંગ ટેકરી નજીક જૂની ભાગીદારીમાં થયેલ નુકસાન નો ખાર રાખી યુવાનને માર માર્યો.
મોરબીના નરસંગ ટેકરી નજીક યુવાન જૂની ભાગીદારી માં થયેલ નુકશાન નો ખાર રાખી માર મારવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાય છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નરસંગ ટેકરી નજીક રહેતા દીલીભાઇ વાઘજીભાઇ જીવાણી એ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપી અમીતભાઇ દલીચંદભાઇ વરમોરા એ ફરીયાદી દીલીભાઇને જુની ભાગીદારીમા થયેલ લોસ બાબતે દીલીભાઇ સાથે બોલાચાલી કરી ગાળો આપી લાતો ઢીંકા-પાટુનો માર મારી દીલીભાઇને શરીરે મૂઢ ઇજા તથા નાકના ભાગે ફ્રેક્ચર જેવી જ પહોંચાડેલ હોય આ બાબતે હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.