નડિયાદ એસટી ડેપોથી કઠલાલ, કપડવંજ, છીપડી, સિંહુજ તરફની એક્સ્ટ્રા બસો મૂકવા માટેની માંગણી સાથે વિદ્યાર્થીઓએ ડેપોએ હોબાળો મચાવ્યો હતો. અઠવાડિયામાં એક્સ્ટ્રા બસો નહીં મૂકાય તો ઉગ્ર આંદોલનની વિદ્યાર્થીઓએ ચિમકી પણ ઉચ્ચારી હતી.
છેલ્લા ઘણા સમયથી નડિયાદ કઠલાલ અને નડિયાદ કપડવંજ તેમજ અન્ય કઠલાલ કપડવંજ વાળી બસો રેગ્યુલર આવતી નથી. આ વિષયને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. ઘણી બસોમાં જબરજસ્તીથી વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે.
બસની કેપેસિટી કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીના જીવનંા જોખમ રહેલું છે. નડિયાદની કોલેજમાં અભ્યાસ કર્યા પછી નડિયાદ એસટી સ્ટેન્ડેથી કપડવંજ, કઠલાલ, છીપડી, સિંહુજ તરફ જવામાં વિદ્યાર્થીઓને ભારે અગવડ પડી રહી છે.
ત્યારે આ તરફ સ્પેશિયલ બસ દોડાવવામાં આવે જેથી અકસ્માતની સંભાવના ટાળવા સાથે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનો અંત આવે તેવી માંગણી સાથેની રજૂઆત સાથે નડિયાદ ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બસો અઠવાડિયામાં મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની કરાશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.