ટંકારા: ધો.10ના માસ પ્રમોશન ને કારણે ધો.11માં પ્રવેશ માટે ગ્રાન્ટેડ શાળામાં નવા વર્ગોની મંજુરી આપવા મોરબી જિલ્લા પંચાયત સભ્ય ભુપેન્દ્રભાઈ ગોધાણીએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, વર્ષ 2020-21માં કોવિડ-19ને કારણે ધો.10ના વિદ્યાથીઓને માસ પ્રમોશન આપેલ છે. ટંકારા તાલુકાની કુલ 13 ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.10ના વર્ગો ચાલે છે. પરંતુ માત્ર 3 ગ્રાન્ટેડ શાળામાં જ ઉચ્ચ માધ્યમિકના વર્ગો ચાલતા હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા નથી આથી કોઈ વિદ્યાર્થી વર્ગોને અભાવે પોતાનું શિક્ષણ ન લઈ શકે તે ડ્રોયઆઉટને પ્રોત્સાહન આપશે. ગરીબ વાલી ના સંતાનો ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેશે. જેથી શાળામાં ધો. 11-12 ના વર્ગો ચાલે છે ત્યાં નવા વર્ગોની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.