Thursday, April 24, 2025

ધંધુકામાં થયેલ યુવાનની હત્યા મામલે વાંકાનેરમાં હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવાયું

Advertisement
Advertisement
Advertisement

અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામ ખાતે આશાસ્પદ હિન્દુ માલધારી યુવાન કિશનભાઇ બોડીયાની વિધર્મીઓ દ્વારા નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. આરોપીને કડકમાં કડક સજા તથા મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ સાથે ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી છે.

ત્યારે વાંકાનેર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૃતક કિશનભાઈ બોડીયાના પરિવારને યોગ્ય ન્યાય મળે તે અંગે ગરાસીયા બોડીગથી નામદાર મહારાણા કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ તથા સહયોગી સંગઠન માલધારી સમાજ વાંકાનેર, ગૌરક્ષક દળ વાકાનેર, વિશ્વ હિન્દુ પરિષદ વાંકાનેર, આર.એસ.એસ વાકાનેર, એ.બી.વી.પી. વાંકાનેર, રાષ્ટ્રીય એકતા મંચ મોરબી જિલ્લો, ચેમ્બર ઓફ કોમર્સ વાકાનેર, સોની સમાજ વાંકાનેર, કરણી સેના વાંકાનેર, પાટીદાર સમાજ વાકાનેર, હિંદુ જાગરણ મંચ મોરબી જિલ્લો, ક્ષત્રિય સમાજ વાંકાનેર, મેડીકલ એસોસિએશન પ્રમુખ વાકાનેર, રાજગોર સમાજ વાંકાનેર, કોળી સમાજ વાંકાનેર, રઘુવંશી સમાજ વાંકાનેર, દેવીપુજક સમાજ વાંકાનેર, દલિત સમાજ વાંકાનેર, તેમજ વિવિધ સંસ્થાઓના પ્રમુખ તેમજ સભ્યો તથા મહિલા સંગઠન તેમજ સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો હોદ્દેદારો યુવાઓની ઉપસ્થિતિમાં ગરાસીયા બોડીગથી મેઇનબજાર, પુલ દરવાજા, સ્ટેચ્યુ તથા દિવાન પરાથી મામલતદાર કચેરીએ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્યરેલીમા બહોળી સંખ્યામાં બાઈક, મોટર વિહકલ, રીક્ષાઓ, ટ્રેક્ટર માં બહોડી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજના લોકો ઉમટી પડ્યા હતા મામલતદાર કચેરીએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને કિશનભાઇ બો‌‌ડીયા માલધારી ના પરિવારને ન્યાય મળે એવી માંગણી કરવામાં આવેલ છે તથા માલધારી સમાજ સાથે સમસ્ત હિન્દુ સમાજ જોડાયેલો છે.

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW