દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર પંથકના દાતા જમનાદાસભાઈ રાયઠઠ્ઠાનો લંડનમાં થયેલો દેહવિલય
દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર પંથકમાં શિક્ષણ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને અન્નદાન ક્ષેત્રે અજોડ માનવતાની સુવાસ ફેલાવનાર દાતા જમનાદાસભાઈ રાયઠઠ્ઠાનો તાજેતરમાં લંડનમાં દેહવિલય થયો છે.
વડવાઓનું મૂળ ચપર ગામ પરંતુ પોતાનો જન્મ વતનમાં ન હોવા છતાં દ્વારકામાં માતાના નામથી દ્વારકાધીશ બાલઘર સંચાલિત સ્વ. કાશીબેન હરિદાસ મુલ્લા રાયઠઠ્ઠા પ્રાથમિક સ્કૂલ અર્પણ કરી. ભાટિયામાં દ્વારકાધીશ સોસાયટીમાં શ્રી ગણેશ, રામપંચાયત, શ્રીનાથજી, તથા ગાયત્રી માતાજીના મંદિર બંધ આપ્યા તેમજ માતુશ્રીના નામથી સ્વ. કાશીબેન હરિદાસ મુલ્લા રાયઠઠ્ઠા હોલ બનાવી આપ્યો.
જામખંભાળીયાની જાણીતી શિક્ષણ સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટમાં માતબર રકમનું દાન કરી ચાર માળનું અદ્યતન બિલ્ડીંગ બનાવી આપ્યું જેમાં તેમના સ્વર્ગસ્થ ધર્મપત્નીના નામથી સ્વ. મંજુલાબેન જમનાદાસભાઈ રાયઠઠ્ઠા સાયન્સ કોલેજ તથા પ્રાર્થના હોલ ચાલે છે.
પોરબંદર-છાયા સ્થિત સ્વામિનારાયણ સંસ્થાની નર્સિંગ કોલેજમાં અદ્યતન લાયબ્રેરી હોલનું દાન પણ તેમણે સ્વ. મંજુલાબેનની સ્મૃતિમાં કરેલ છે. ખંભાળિયા પંથકમાં ગરીબ જનો માટે અનાજના કીટનું વિતરણ તેમણે કોઈ પણ જાહેરાત વિના દાયકાઓથી કરેલ છે.
આવા પુણ્યાત્માને ઈશ્વર શાશ્વત શાંતિ અર્પે તેવી અભ્યર્થના