દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતા શ્રી આર.એમ.તન્ના
પૂર્વ કલેકટર શ્રી જી.ટી.પંડ્યાને ભાવસભર વિદાય અપાઈ
આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે શ્રી આર.એમ.તન્નાએ ચાર્જ સંભાળ્યો હતો. પદભાર ગ્રહણ કરતાં તેઓશ્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે જિલ્લાના વિકાસને અગ્રતા આપીને ‘ટીમ દેવભૂમિ દ્વારકા’ તરીકે કાર્ય કરવા સૌને પ્રેરિત કર્યા હતા અને જિલ્લાની પ્રગતિની સફરને વધુ આગળ વધારવા આત્મવિશ્વાસની લાગણી વ્યક્ત કરી હતી.
ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ કલેકટર શ્રી જી.ટી.પંડ્યા બઢતી સાથે શિક્ષણ વિભાગમાં ઉચ્ચ પદ પર બદલી થતા ટીમ દેવભૂમિ દ્વારકા દ્વારા તેમની સાથેના સંસ્મરણો વાગોળીને વિદાયમાન આપ્યું હતું. વધુમાં રેવન્યુ સ્ટાફ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓએ તેમના સરળ સ્વભાવ અને સક્ષમ નેતૃત્વને બિરદાવીને ઉજ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર શ્રી ભુપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી શ્રી એ.એસ.અવતે, કે.કે. કરમટા,નાયબ કલેકટરશ્રીઓ સહિત અધિકારીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.